વલસાડ: સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા બે આરોપીને નવસારી જ્યુડિશિયલ મોકલાયા
Valsad, Valsad | Nov 20, 2025 ગુરૂવારના 6 કલાકે સીટી પોલીસે આપેલી વિગત મુજબ વલસાડ સીટી પોલીસ ની ટીમ એ ટોયોટા ઇનોવા કારમાં લઈ જવાતા ₹2,72,000 ના દારૂ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. અને કાર્યવાહી પૂર્ણ કરવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.જે તમામ કાર્યવાહી પૂર્ણ થતા આજરોજ બંને આરોપીને નવસારી જ્યુડિશિયલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.