કેશોદ: કેશોદમાં એસઆઈઆર કામગીરીને લઈને રાજકારણ ગરમાયું, કોંગ્રેસના આક્ષેપ સામે ભાજપે આપી પ્રતિક્રિયા
કેશોદમાં રાજકારણ ફરી ગરમાયું છે. એસઆઇઆર યાદી માંથી નામ કમી કરવાના મામલે હવે કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. કેશોદ કોંગ્રેસ શહેર પ્રમુખ ભરત લાડાણીએ ભાજપના પૂર્વ શહેર પ્રમુખ અને મંત્રી સામે આક્ષેપો કર્યા છે. જેને લઇ બંને દ્વારા આજે મીડિયા ને પ્રતિક્રિયા આપવામાં આવી હતી