વડોદરા જિલ્લા પ્રમુખ અને પ્રદેશ ઉપપ્રમુખ રસિક પ્રજાપતિનું મોટું નિવેદન સામે આવ્યું છે.વડોદરામાં અભિવાદન સમારોહમાં તેમણે આપેલા નિવેદન બાદ શહેર ભાજપમાં રાજકારણ ગરમાયું છે.તેમણે જાહેર મંચ પરથી પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે મારો અનુભવ છે, જે પેપરમાં આવે તે પાર્ટીમાં ના આવે, પેપરમાં આવતાં ભાજપ નેતાઓને રસિક પ્રજાપતિએ આડકતરી રીતે સુધરી જવા ઈશારો કર્યો હતો.