મેંદરડા: ખેલ મહાકુંભ સ્પર્ધા - 2025 અંતર્ગત શ્રી ગાયત્રી વિનય મંદિર - મેંદરડાએ મેળવેલ અનેરી સિદ્ધિ
મેંદરડા સ્થિત સ્વ.શ્રી મકવાણા એભલભાઈ અમરાભાઇ શૈક્ષણિક સંકુલ સંચાલિત શ્રી ગાયત્રી વિનય મંદિર - મેંદરડા ના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ સ્પર્ધા - 2025 અંતર્ગત તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધામાં ભાગ લય પ્રથમ,દ્વિતીય,તૃતીય નંબર પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ ભાગ લઈ જેમાં ઓપન એઈઝ ગ્રુપ કબડી સ્પર્ધામાં બહેનોની ટીમે દ્વિતીય નંબર, યોગાસન સ્પર્ધામાં દ્વિતીય તેમજ તૃતીય નંબર, દોડમાં દ્વિતીય નંબર તથા U-17 કબડી સ્પર્ધામાં ભાઈઓએ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો