તાલોદ: કમોસમી માવઠાની નિરાશા ખંખેરી તલોદ પંથકના ખેડૂતોએ નવી આશા સાથે શિયાળુ વાવેતરનો કર્યો પ્રારંભ
તલોદ સહિત સમગ્ર તાલુકા પંથકમાં ખેડૂતોએ પુનઃ એક નવી આશા સાથે શિયાળુ પાકોના વાવેતરનો પ્રારંભ કર્યો છે. દિવાળી બાદ કમોસમી માવઠાને કારણે ખરીફ પાક નિષ્ફળ જવાથી નિરાશામાં સરી પડેલા ખેડૂતો હવે રવિ પાક લેવા માટે કમર કસી રહ્યા છે. હાલમાં ખેડૂતો બળદ અને ટ્રેક્ટરની મદદથી ઘઉં,સહિત અન્ય પાકોની વાવણીમાં જોતરાયા છે. ખેડ, ખાતર, પાણી અને બિયારણનો ઉપયોગ કરીને શરૂ થયેલા આ વા