જૂનાગઢ: ગિરનારની ગોદમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત નીલકંઠ મહાદેવનું મંદિર આસ્થાનું અનેરૂ કેન્દ્ર,મંદિર વિશે સેવકે અવગત કર્યા
ગિરનાર તળેટી ભવનાથમાં અનેક પુરાણ પ્રસિદ્ધ આસ્થા કેન્દ્રો આવેલા છે, તેવું જ એક ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત નીલકંઠ મહાદેવનું મંદિર રૈવતાચલ- ગિરનારની ગોદમાં આવ્યું છે, દામોદર કુંડની લગોલગ આવેલા આ મંદિરે આસ્થાભેર હજારો શ્રદ્ધાળુઓ શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે.મહાશિવરાત્રીના મેળા દરમિયાન અનેરા પૌરાણિક મહાત્મય ધરાવતા મુચકુંદ ગુફા અને સ્વયંભૂ શ્રી મુચકુંદ મહાદેવના આ મંદિરે ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો પધારે છે.