પાદરા જંબુસર રોડ એટલે અકસ્માત ઝોન કહીએ તો પણ ખોટું નથી. આ રોડ પર અવાર નવાર અકસ્માત સર્જાતા રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માત ની ઘટના બની છે. પાદરા જંબુસર હાઇવે પર બાપાસીતારામ હોટેલ પાસે અકસ્માત સર્જાયો. બાઈક ચાલાક નું ઘટના સ્થળે મોત નીપજ્યું. બાઈક અને ભારદારી વાહન સાથે અકસ્માત સર્જતા બાઈક ચાલકે જીવ ગુમાવ્યો છે.