વડાલી: શહેરની નગરપાલિકા પાસે બે બાઈકો વચ્ચે અકસ્માત થતા ઘાયલોને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા.
વડાલી નગરપાલિકા પાસેના ચાર રસ્તા નજીક આજે બે વાગ્યાના સુમારે બે બાઈકો વચ્ચે અકસ્માત થયો બે બાળકો પર સવાર ચારેય વ્યક્તિ ઘાયલ થતા તેને 108 મારફતે વડાલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી બંને બાઈકોને પણ ભારે નુકસાન થયું હતું