૮૯ માંગરોળ વિધાનસભા વિસ્તારના માળિયા હાટીના મુકામે રૂ.૧૯ લાખના ખર્ચે ફલકું વેકરાના સરકારી વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા દ્વારા કરવામાં આવ્યું હતું. માળિયા હાટીના શહેરની વચ્ચે થી પસાર થતા ફલકું વેકરાને ઊંડું તથા પહોળું બનાવવા માટે સરકારશ્રી તરફથી રૂ. ૧૯ લાખની રકમ ફાળવવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થતાં માળિયા શહેરના નગરજનોને વરસાદ દરમિયાન પાણી ભરાવાના પ્રશ્નોમાંથી રાહત મળશે