ગોધરા રમત ગમત સંકુલ કનેલાવ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટ સ્પર્ધામાં કાલોલ તાલુકાના બોરુ ગામ સ્થિત રીફાઇ પબ્લિક સ્કૂલની ટીમે સેમી ફાઈનલમાં પ્રવેશ કરીને સૌ વે ગૌરવ અનુભવ્યું છે. રીફાઇ પબ્લિક સ્કૂલની ફુટબોલની આ ટીમએ ભાવનગર, વડોદરા જેવા શહેરો સહિત ગ્રામીણ જેવી ટીમોને પરાજય આપીને પ્રથમ વાર પંચમહાલની રીફાઇ પબ્લિક સ્કૂલ સ્ટેટ લેવલ સેમી ફાઇનલ મુકાબલામાં પોહચી હતી ત્યારે રીફાઇ પબ્લિક સ્કૂલની ટીમની આ સિદ્ધિને પગલે શાળામાં ખુશીનું વાતાવરણ છે