જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના છ વિદ્યાર્થીઓએ વર્ષ 2025ની GSET પરીક્ષા ઉત્તીર્ણ કરી યુનિવર્સિટિનું ગૌરવ વધાર્યું છે. સફળતા પ્રાપ્ત કરનાર દિવ્યાબેન ખાણિયા, ધારાબેન ડાંગર, પાયલબેન ચુડાસમા, આરતીબેન રાઠોડ, કાજલબેન ચાવડા અને હેતલબેન પરમારને કુલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૌહાણ તથા પ્રો.(ડો.) જયસિંહ ઝાલા સહિત યુનિવર્સિટી પરિવાર દ્વારા અભિનંદન પાઠવાયા. “તમારી મહેનત, અમારું ગૌરવ” શબ્દો સાથે અભિનંદન વ્યક્ત કરાયું હતું.