મહુવા: મહુવામાં ભૂસ્તર વિભાગની રેડ,કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
Mahuva, Surat | Nov 3, 2025 સુરત ભૂસ્તરશાસ્ત્રીની કચેરીને મળેલી ફરિયાદના આધારે મહુવા ગામે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પૂર્ણા નદીના કિનારેથી ગેરકાયદેસર રેતી ખનન માટે વપરાતો આશરે 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ભૂસ્તર વિભાગના છાપા માં જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 33 ડ્રમ, 1 રેતી ચાળવાનો ચારણો, 6 પાઈપ, 6 પાવડા, તગારા અને 2 એંગલનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલ મિયાપૂર ગ્રામ પંચાયત ખાતે રાખવામાં આવ્યો છે.