કાલોલ શહેરના વોર્ડ નંબર- ૪ના ચારેય સભ્યોએ પાલિકા ચીફ ઓફિસરને મળીને તેમજ આવેદન આપીને વોર્ડ નં ૪ વિસ્તારમાં વર્ષોથી ચાલતી ગંભીર સમસ્યાઓ અંગે સૂચિત કર્યા હતા. શુક્રવારે વોર્ડના ચારેય ચૂંટાયેલા સભ્યો મીનાબેન કે.સુથારીયા, સાયરાબીબી એ.કાનોડિયા, હર્ષદપુરી ગોસાઈ અને અબ્દુલસલામ કોસિયાએ પાલિકા ચીફ ઓફિસરને મળીને કાયદેસર લેખિત અલ્ટિમેટમ આપ્યું છે.