જુનાગઢમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે, શહેરના રોડ રસ્તાની જુનવાણી બાંધણી હોવાથી સાંકડા રસ્તા અને વધતા જતા વાહનોની સંખ્યા થી ટ્રાફિકની સંખ્યામાં ઉતરોતર વધારો થતાં લોકો ભારે હાલાકી વેઠી રહ્યાં છે, હાલ 5 વર્ષથી શહેરમાં લગાવાયેલ ટ્રાફિક સિગ્નલો બંધ હાલતમાં છે, 10 થી 12 કરોડ ના ખર્ચે લગાવાયેલ ટ્રાફિક સિગ્નલો હાલ શોભાના ગાંઠિયા સમાં બન્યા છે. હાલ શહેરમાં ઓવરબ્રિજ નું કામ ચાલતું હોવાથી ટ્રાફિક એક જ સ્થળે જામ થઈ રહ્યો છે.