લાલપુર: લાલપુરમાં સાપ કરડી જતા આધેડનું મોત
જામનગર જિલ્લાના લાલપુરમાં સાપ કરડી જતા હોસ્પીટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ લાલપુરના આંબેડકરવાસ વિસ્તારમાં રહેતા મજુરી કરતા રમેશ દેવશીભાઇ વાઘેલા નામના આધેડે ભાગમાં રાખેલી વાડીએ ગત તા. ૨૯-૯-૨૫ના રોજ સુતા હતા તે સમય દરમ્યાન તેઓને ઝેરી સાપ કરડી જતા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ છે. આ અંગે હીરા દેવશીભાઇ વાઘેલાએ ગઇકાલે લાલપુર પોલીસમાં જાણ કરી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી