લુણા ખાતે 41.25 લાખના ખર્ચે નિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ પાદરા: “આયુષ્માન આરોગ્ય મંદિર – સ્વસ્થ ભારત માટે મજબૂત પ્રાથમિક આરોગ્ય વ્યવસ્થા”ના સંકલ્પને સાર્થક કરતા પાદરા વિધાનસભાના લુણા ગામ ખાતે અંદાજિત **રૂ. 41.25 લાખના ખર્ચે નિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર (પેટા આરોગ્ય કેન્દ્ર)**નું લોકાર્પણ વિધાનસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના કરકમળે કરવામાં આવ્યું. આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડા, જિલ્લા પંચાયત આરોગ્ય