તલોદમાંથી 60 ચાઈનીઝ દોરી ફીરકી સાથે એક ઝડપાયો: ગોકુલનગર સોસાયટીના સચિન જયસ્વાલ વિરુદ્ધ કાર્યવાહી સાબરકાંઠા SOG ટીમે તલોદમાંથી એક યુવકને 60 ચાઇનીઝ દોરીની ફીરકીઓ સાથે ઝડપી પાડયો છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા આરોપીનું નામ સચિન લક્ષ્મણપ્રસાદ જયસ્વાલ (ઉ.વ. 20) છે, જે તલોદની ગોકુલનગર સોસાયટી, જુના બળીયાદેવ મંદિરની પાછળ રહે છે. તેની પાસેથી રૂ. 24,000ની કિંમતની 60 ગેરકાયદેસર ચાઇનીઝ દોરીની ફીરકીઓ મળી આવી