વંથલી તાલુકાના શાપુર ખાતે આજે મકરસંક્રાતિના દિવસે કડવા પટેલ જ્ઞાતિનું 32 મો સમૂહ ભોજન સમારંભ યોજાયો હતો.માં ઉમિયાની આરાધના કરી ભોજન થાળ ધરી પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારબાદ સમુહ ભોજન સમારંભ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.વર્ષોથી ચાલી આવતી જ્ઞાતિ સમૂહ ભોજનની પરંપરા મુજબ આ વર્ષે પણ સમૂહ ભોજન નું આયોજન કરાયું હતું. શાપુર ગામ તથા બહારગામ રહેતા મૂળ શાપુરના વતની કડવા પટેલ જ્ઞાતિના તમામ પરિવારો સમૂહ ભોજન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા...