સુરત શહેરમાં દર વર્ષે માથાના દુખાવા સમાન બનતી ખાડી પૂરની સમસ્યા અંગે આજે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. ભાજપના ધારાસભ્ય મનુ પટેલે ખાડી પૂર નિવારવાની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતા અધિકારીઓ નિરુત્તર થઈ ગયા હતા. ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો કે તંત્ર દ્વારા કરવામાં આવેલી 'યુદ્ધના ધોરણે' કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ છે.