સાયલાની એલ.એમ.વોરા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની ટી.વાય.બી.એ. (સેમ-૬)ની ૨૦૫ વિદ્યાર્થિનીઓએ નવી શિક્ષણ નીતિ (એનઈપી-૨૦૨૦) અંતર્ગત ૫૧ ગામોમાં એક માસની સફળ ઈન્ટર્નશીપ પૂર્ણ કરી છે. પ્રિન્સિપાલ ચંદ્રકાંતભાઈના માર્ગદર્શન અને ડાત્ત. ચૈતન્યભાઈ વ્યાસના સંયોજન હેઠળ બહેનોએ પ્રાથમિક શાળાઓ, હોસ્પિટલો, એનજીઓ અને વ્યાવસાયિક કેન્દ્રોમાં પ્રેક્ટિકલ તાલીમ મેળવી હતી.