વર્ષ 2024 - 25 દરમ્યાન શહેર સહિત જિલ્લામાં બનેલી માર્ગ અકસ્માતની ઘટનામાં 1262 લોકોએ ગુમાવ્યા જીવ
Majura, Surat | Nov 24, 2025 સુરત સહિત જિલ્લામાં બનતી માર્ગ અકસ્માતની ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.ટ્રાફિકના નિયમોનું ચુસ્ત રીતે પાલન ન કરવા તેમજ ઓવર સ્પીડમાં વાહનો હંકારવાના કારણે બનતી માર્ગ અકસ્માતની ઘટનામાં વાહન ચાલકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.જ્યાં વર્ષ 2024 અને વર્ષ 2025 દરમ્યાન શહેર સહિત જિલ્લામાં બનેલી માર્ગ અકસ્માતની ઘટનામાં કુલ 1263 લોકોના કરૂણ મોત થયા છે.જે અકસ્માતની ઘટનાઓને અટકાવવા લોકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જરૂરી છે.