પાલિકા તંત્રની ઘોર બેદરકારી, શહેરના દિલ્હીગેટ વિસ્તારમાં 15 ફૂટ ઊંડી ગટરનું ઢાંકણું ખુલ્લી મળી આવ્યું #jansamsya
Majura, Surat | Jun 3, 2025 પાલિકા તંત્રની ફરી એક વખત ઘોર બેદરકારી સામે આવી છે.દિલ્હીગેટ વિસ્તારમાં મેન રોડ પર ડ્રેનેજ ની ઊંડી ગટરનું ઢાંકણું ખુલ્લું મળી આવ્યું છે.15 ફૂટ ઊંડી ગટરનું ઢાંકણું ખુલ્લું મળી આવતા પાલિકા તંત્રની કામગીરી સામે સ્થાનિક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. મેન રોડ પર ડ્રેનેજ ની કૂંડીનું ઢાંકણું ખુલ્લું મળી આવતા તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટના ની વાટ જોઈ રહ્યું છે.તેવી પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે.જ્યાં તાકીદે કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠી છે.