સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન અને વિવિધ કાર્યક્રમો અંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે આ કાર્યક્રમને ભાજપના પ્રચાર સાથે સરખાવી, વિપક્ષને આમંત્રણ ન આપવા બાબતે સરકારની નીતિ પર સવાલો ઉઠાવ્યા છે.