વડાલી: શહેરની એક બેક માંથી 22 હજારનો મોબાઈલ ચોરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ.
આજે સવારે 9 વાગે મળતી માહિતી મુજબ વડાલી શહેરની એક બેંકમાંથી આઠ નવેમ્બરના રોજ સાંજના સુમારે એક વ્યક્તિ નો મોબાઈલ કોઈક અજાણા શખ્સ લઈ ગયો.જેની અંદાજિત કિંમત 22 હજાર રૂપિયા છે. આ ડબલ સીમવાળો મોબાઈલ ચોરી કરી લઈ જતા મોબાઇલ માલિકે વડાલી પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે વડાલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.