આજે સવારે 9 વાગે મળતી માહિતી મુજબ પોશીના તાલુકાના કોટડા ગઢી ગામની હુરોત ફળોમાં કુટુંબી ભાઈઓએ બે વખત સંયુક્ત ખાતાની જમીન બાબતે અમને પૂછ્યા વગર કેમ વેચી કહી કુહાડી લાકડીઓથી મારામારી કરી એક યુવક અને યુવતીને ઇજાઓ પહોંચાડી હતી ત્યારે આ સમગ્ર મામલે ખેરોજ પોલીસ સ્ટેશનમાં 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.