પારડી: પારડી EMRSના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ ઝળહળાવ્યું નામ, કુલ 43 મેડલ સાથે ગૌરવ વધાર્યું
Pardi, Valsad | Nov 20, 2025 દેશભરના 23 રાજ્યોમાંથી ખેલાડીઓએ ભાગ લીધેલી રાષ્ટ્રીય EMRS ક્રીડા મહાસ્પર્ધામાં ગુજરાત રાજ્યના 376 વિદ્યાર્થી-ખેલાડીઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમાં પારડી EMRS શાળાના 103 વિદ્યાર્થીઓએ ભાગ લઇ રાજ્ય અને શાળાનું ગૌરવ વધાર્યું છે.