જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે “મનરેગા બચાઓ આંદોલન” અંતર્ગત પ્રતીક ધરણા યોજી વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવેલ. આગામી સમયમાં દરેક તાલુકા મથક પર ધરાણા અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા દેશભર માં શરુ કરવામાં આવેલ “મનરેગા બચાઓ મહા સંગ્રામ” અંતર્ગત આગામી 25 ફેબ્રુઆરી સુધી અલગ અલગ પ્લેટફોર્મ પર વિરોધ કાર્યક્રમ યોજાશે.