પ્રાંતિજ તાલુકાના દલપુર ગામ નજીક નેશનલ હાઈવે પર માઈક્રો ફાઈનાન્સ એજન્ટ પર હુમલો કરી રૂ. 7.88 લાખની લૂંટ કરવામાં આવી હતી. બુધવારે રાત્રે પ્રાંતિજથી હિંમતનગર તરફ જઈ રહેલા એજન્ટ ધર્મેન્દ્રભાઈ સુતરિયાને નિશાન બનાવવામાં આવ્યા હતા. પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PI એન.આર. ઉમટના જણાવ્યા અનુસાર, રાત્રે 10:30 વાગ્યા આસપાસ દલપુર પાસે એક બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ધર્મેન્દ્રભાઈના મોઢા પર મરચાની ભૂકી નાખી હતી. જ્યારે તેઓ મોઢું સાફ કરવા ઊભા રહ્યા, ત્યારે બીજી બ