આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણ અને સ્વછતા ઝુંબેશ અંતર્ગત ભેંસાણ તાલુકાની ૩૭ આંગણવાડી કેન્દ્રોમાં રંગરોગાન અને સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સરકારશ્રીની સુચના અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા પ્રોગ્રામ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કેન્દ્ર નવીનીકરણ ઝુંબેશ અંતર્ગત ભેસાણ તાલુકાની ૩૭ આંગણવાડી કેન્દ્રોમાં અંદર તથા બહારની બાજુએ કલર કામ કરવામાં આવેલ છે. તેમજ આંગણવાડી કેન્દ્રોમાં સ્વચ્છતાલક્ષી કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.