સુરતઃ શહેરમાં અલગ અલગ બનાવમાં વિદ્યાર્થિની સહિત બે આપઘાત કરી લીધો હતો. જેમાં કતારગામમાં ધોરણ ૯ની વિદ્યાર્થિની અને ૩૪ વર્ષિય પરિણીતાનો સમાવેશ થાય છે.મૂળ ઓરિસ્સાના વતની અને હલાલી કતારગામમાં રામકૃપા બિલ્ડિંગમાં રહેતી ૧૫ વર્ષીય પ્રિયંકા બિક્રમ કંગાલી સિઠા પરિવાર સાથે રહેતી હતી અને અમરોલીની ઉડિયા સરકારી સ્કૂલમાં ધોરણ ૯માં અભ્યાસ કરતી હતી. રવિવારે રાત્રે પ્રિયંકાએ ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.