જૂનાગઢ તાલુકાના ઈવનગર ગામે મહિલાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ જૂનાગઢ તાલુકા પોલીસ મથકે નોંધાયો છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ તાલુકા પોલીસ મથકે દેવશીભાઈ શામજીભાઈ મકવાણાએ જાહેર કરેલ કે પોતાના મૃતક બેન રાજીબેન (ઉ.વ.૫૫)એ કોઈ કારણોસર મકાનની આડીમાં સર્વીસ કેબલ બાંધી અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું જાહેર કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે.