અંબિકા તાલુકા ના વલવાડા ખાતે આવેલ ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડા ખાતે વિનામૂલ્યે નેત્ર કેમ્પ યોજાયો હતો.સ્વ.દીનામાય આર કાસદ અને સ્વ.રૂસ્તમજી કાસદ ની સ્મૃતિમાં એમના પરિવાર દ્વારા વિનામૂલ્યે આંખ ની તપાસનો કેમ્પ યોજવામાં આવ્યો હતો.પ્રમુખ સતીષ ભાઈ,ઉપપ્રમુખ,મંત્રી તેમજ કારોબારી ની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં વલવાડા ટાઉન ઉપરાંત આજુબાજુ પંથક ના 250 થી પણ વધુ લોકો એ આંખની તપાસ કરાવી હતી.