જુનાગઢ શહેરમાં પાંચ વર્ષ પહેલા લગાવાયેલ ટ્રાફિક સિગ્નલો બંધ હાલતમાં છે, 10 થી 12 કરોડ ના ખર્ચે લગાવાયેલ ટ્રાફિક સિગ્નલો હાલ શોભાના ગાંઠિયા સમાં બન્યા છે,મનપા તંત્રની અણઆવડત અને ઘોર બેદરકારીથી પ્રજાને સતત ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, હાલ શહેરમાં ઓવરબ્રિજ નું કામ ચાલતું હોવાથી ટ્રાફિક એક જ સ્થળે જામ થઈ રહ્યો છે, જો શહેરના મુખ્ય પોઇન્ટ ઉપર ટ્રાફિક સિગ્નલો શરૂ કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થઈ જાય તેમ છે