કાલોલના સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે કાલોલ શહેર ભાજપ સંગઠન દ્વારા ભજન-કિર્તનનું આયોજન કરતા સાંસદ રાજપાલસિંહજી જાદવ, શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, કાલોલ મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ સહિતના ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભજન-કિર્તન અને આરતીનો લાભ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે ભજન કીર્તનમાં સાંસદ રાજપાલસિંહ જાદવે ઢોલક બજાવીને ભજન કીર્તનનો આનંદ લીધો હતો.