જામજોધપુર: સોનવડીયા ગામે જીએ પાંડલીયા હાઇસ્કુલના આચાર્યનો વિદાય સમારંભ યોજાયો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સોનવડિયા ગામે "જી.એ.પાડલિયા હાઈસ્કૂલ "માં ૩૦ વર્ષ ૪માસ-૧૪દિવસ સુધી.આચાર્ય તરીકે ફરજ બજાવનાર સોંદરવા માલદેભાઈ કચરાભાઈ નો આજ રોજ તા-૧૫/૧૧/૨૦૨૫ નાં રોજ "વય નિવૃતિ વિદાય સમારંભ" યોજાયો જેમાં એજ્યુકેશન સોસાયટી નાં સભ્યશ્રીઓ, પૂર્વ તથા વર્તમાન શાળા સ્ટાફ, આમંત્રિત મહેમાનો તથા અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ એ હાજરી આપી સાહેબ ની સેવાને બિરદાવ્યા હતા