સુરત: શહેરના અલથાણમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક નિર્માણધીન બિલ્ડિંગની સાઈટ પર મજૂરી કામ કરતી ૨૧ વર્ષીય પ્રજ્ઞાચક્ષુ યુવતીની લાચારીનો લાભ ઉઠાવી, તેની સાથે કામ કરતા એક નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપી સાદિક આલમની ધરપકડ કરી લીધી છે.અલથાણ-ભીમરાડ રોડ પર આવેલી 'પાયોનીયર વીયોના' નામની નવી બંધાતી સાઈટ પર એક પ્રજ્ઞાચક્ષુ યુવતી તેના પતિ સાથે રહીને મજૂરી કામ કરે છે.