મોરા ગામમાં દૂષિત પાણીના પગલે અસંખ્ય માછલાઓના મોત,ગામવાસીઓમાં ભભૂકતો રોષ
Majura, Surat | Nov 24, 2025 સુરતના મોરા ગ્રામ પંચાયત વિસ્તારમાં દ્ષિત પાણીના કારણે દરિયાઈ જીવસૃષ્ટિ પર માઠી અસર જોવા મળી રહી છે.ગામવાસીઓના આક્ષેપ મુજબ કેટલાક ઔધોગિક એકમો દ્વારા ટ્રિટેડ કર્યા વિના જ દૂષિત અને ગંદુ પાણી તળાવમાં છોડવામાં આવી રહ્યું છે.જેના કારણે સ્થાનિક લોકોમાં પણ ગંભીર બીમારીની દહેશત વ્યક્ત કરવામાં આવી છે.જ્યાં તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ ગામવાસીઓ કરી રહ્યા છે.