સર્વોત્તમ પ્રિ સ્કૂલ અને પાઠક સ્કૂલ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ અને સંસ્કારના ઘડતર માટે ‘ખીલે છે ફૂલડાંઓ – સંસ્કારોના સથવારે’ નામે એક ભાવસભર અને રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈશ્વરની સમગ્ર રચનામાં બાળકને શ્રેષ્ઠ પુષ્પ માનવામાં આવે છે અને આવા નાનકડા ફૂલડાંઓને મન મૂકીને ખીલતા અને આનંદથી ઝૂમતા જોવું એ સૌ માટે અતિ આનંદદાયક ક્ષણ બની રહી હતી.