જૂનાગઢ: જયશ્રી રોડ વિસ્તારમાંથી થયેલ રીક્ષા ચોરીના આરોપીને પોરબંદર ખાતેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ
બી ડિવિઝન પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. ફરિયાદી વિનોદભાઈ ચંપકલાલ જયસ્વાલ રહે જુનાગઢ દાતાર રોડ દુબળી પ્લોટ વાળાની 50,000 રૂપિયા કિંમતની અતુલ જેમીની રીક્ષા જયશ્રી રોડ મહાસાગર ટ્રાવેલ્સ ઓફિસ સામેથી કોઈ અજાણ્યો ઈસમ લઈ ગયેલ હોવાની ફરિયાદ આપતા ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અલગ અલગ રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી.ત્યારે બાતમી હકીકત મળેલ કે વિક્કી બટુકભાઈ મકવાણા પોરબંદર વાળો લઈ ગયેલ હોવાની માહિતીની આધારે કાર્યવાહી કરી છે