જૂનાગઢ: ભવનાથ તળેટીમાં મેળાની તૈયારીઓ તેજ, વાહન વ્યવહાર પર પ્રતિબંધ
જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવનારા ભવનાથ મહાદેવના મેળાને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મેળાની વ્યવસ્થા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને દત્ત ચોકથી ભવનાથ મંદિર અને અખાડા તરફ તેમજ અખાડા તરફથી ભવનાથ મંદિર જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ રસ્તાઓ પર તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રશાસન દ્વારા બેરિકેટ લગાવી અને રસ્તામાં પાઇપ મૂકી વાહનો માટે માર્ગ બંધ કરવામાં આવ્યો છે.