અડાજણ: સુરતના ખટોદરામાં મંદિર જઈ રહેલા કાપડ વેપારીનું અકસ્માતમાં મોત
Adajan, Surat | Nov 25, 2025 સુરતના ભટાર વિસ્તારમાં રહેતા અને રિંગ રોડ પર કાપડનો વ્યવસાય કરતા એક વેપારીનું ખટોદરામાં માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. વેપારી તેમની કાર લઈને જહાંગીરપુરા ઇસ્કોન મંદિરે જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.ભટારના આશીર્વાદ કોમ્પ્લેક્સમાં રહેતા 55 વર્ષીય પવનગીર ભાઈ ધરલાલ ચૌધરી કાપડ વેપારી હતા. સોમવારે સવારે તેઓ તેમની કાર લઈને જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિર તરફ જઈ રહ્યા હતા.