વંથળી: સુખપુર ગામના સરપંચને DDOએ સસ્પેન્ડ કરવા હુકમ કર્યો, સરપંચે આખરી સુનાવણીમાં જાણ ન કરી,એક તરફી નિર્ણય કર્યાનો આક્ષેપ કર્યો
વંથલીના સુખપુર ગામના સરપંચને સસ્પેન્ડ કરાયા છે.સરપંચે આખરી સુનાવણીમાં જાણ ન કર્યાનો આક્ષેપ કર્યો છે.હોદ્દા પરથી દૂર કરવા અને ₹1.18 લાખ વસૂલવા DDO દ્વારા આદેશ કરાયો છે.એક તરફી નિર્ણય કર્યાનો પણ સરપંચ અરુણ ડાંગરે આક્ષેપ કર્યો છે."વહીવટી ગેરરીતિના જવાબદાર સરપંચ ન હોય શકે વહીવટી તંત્ર હોય" તેવું પણ સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું છે.