કાલોલ: તાલુકામાં VCEઓએ ખેડૂત રાહત પેકેજની કામગીરી સાથે SIRની પણ કામગીરી કરવા બાબતે મામલતદારને આવેદન આપ્યું
કાલોલ તાલુકાની ગ્રામ પંચાયતોમાં કામ કરતા VCEઓએ મળીને ગુરુવારે બપોરે એક કલાકે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદન અનુસાર VCEઓએ જણાવ્યું હતું કે હાલમાં ખેડૂત રાહત પેકેજ ફોર્મ ભરવા માટે સર્વર ડાઉન હોય અને ટાઈમ લીમીટમાં ખેડૂત રાહત પેકેજનું કામગીરી પૂર્ણ થઈ શકે તેમ નથી ત્યારે તાજેતરમાં અમોને SIR ની કામગીરી કરવા માટે પણ ઓર્ડર કરવામાં આવ્યો છે તે હાલ સ્થગિત કે મોફૂક રાખવામાં આવે તેવી માંગ કરી હતી.