તારાપુર: તારાપુર તાલુકાના ભંડરેજના વેપારીને ૧.૮૧ લાખના ચેક રિટર્ન કેસમાં ૧ વર્ષની કેદની સજા
Tarapur, Anand | Mar 26, 2026 તારાપુર તાલુકાના ભંડરેજ ગામની વાડીમાં રહેતા એક વેપારીને સોના-ચાંદીના દાગીનાની ખરીદી પેટે આપેલા 1.81 લાખના ચેક રિટર્ન કેસમાં અદાલતે કસુરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ દશ હજાર રૂપિયાનો દંડની સજા ફરમાવી હતી.ફરિયાદી પિંકેશકુમાર કમલેશભાઈ નાગર ખંભાત ખાતે રહે છે અને રાધિકા જ્વેલર્સના નામે સોના-ચાંદીના દાગીના વેચવાનો ધંધો કરે છે. ભંડરેજ ગામે રહેતા વાઘાભાઈ છેલાભાઈ ભરવાડ 1.81 લાખના સોના-ચાંદીના દાગીના ઉધાર લઈ ગયા હતા.