નેશનલ હાઇવે નંબર ૪૮ પર ગણદેવી તાલુકાના મટવાડ ગામ નજીક આજે એક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકના બેદરકારીથી ટ્રક રોંગ સાઇડમાં ઘૂસી સામેથી આવી રહેલી કારને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે તેનો સમગ્ર દ્રશ્ય સીસીટીવી ફૂટેજમાં કેદ થયો છે. ટક્કર બાદ પણ ટ્રક અટકી ન રહેતા હાઇવે કિનારે આવેલી હોટલના પાર્કિંગમાં દોટ મૂકી દીધી હતી. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી, પરંતુ બંને વાહનોને ભારે નુકસાન થયું છે.