ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે જૂનાગઢ જિલ્લામાં થી માળિયા હાટીના તાલુકાની વડીયા પે સેન્ટર શાળામાંથી કિંજલબેન દેવચંદભાઈ રાઠોડની પસંદગી થઈ છે .જે નિમિતે તારીખ 14/1/2026ના રોજ પૂજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ એનાયત થયો.જેમાં કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી,ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ જાડેજા, જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ પરબતભાઇ નાઘેરા ઉપસ્થિત રહ્યા હતા