ઘરના બાથરૂમમાંથી બેભાન મળી આવેલા BLO નું રાંદેર ની ખાનગી હોસ્પીટલમાં ટૂંકી સારવાર બાદ મોત,મોતનું કારણ અંકબંધ
Majura, Surat | Nov 24, 2025 વરાછા ના પૂર્વ ઝોનમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકેની ફરજ બજાવતા દિનકલ સિંગોદાવાળા પોતાના માસમાં સ્થિત ઘરના બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.જે બાદ તેઓને પરિવારજનોએ રાંદેરની લાઇફ લાઇન હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મોત નીપજ્યું હતું. દિનકલ સિંગોદાવાળા એ હાલ જ BLO તરીકે નીમવામાં આવ્યા હતા.જ્યાં તેઓનું મોત કોઈ કામના ભારણ અથવા આકસ્મિક રીતે થયું છે કે કેમ તે અંગેની તપાસ ઓલપાડ પોલીસે હાથ ધરી છે.