જામજોધપુર: જામજોધપુરના ઈશ્વરીયા ગામમાં થ્રેસર મશીનમાં આવી જતા યુવાનનું મૃત્યુ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઈશ્વરિયા ગામમાં રહેતા અને ખેતી કરતાં મૂકેશભાઇ ભીખાભાઇ બૈડિયાવદરા નામનો યુવાન ઈશ્વરિયા ગામની સીમમાં આવેલા હેમતભાઇ હીરાભાઇ બગડાના ખેતરમાં મગફળી કાઢવા માટે થ્રેસરના મશીન થી કામ કરતો હતો. તે દરમ્યાન મુકેશભાઇ અકસ્માતે થ્રેસરના મશીનમાં આવી જતાં શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યૂ હતું