શહેરમાં ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહન ચાલકોએ સામે દંડાત્મક કાર્યવાહી,યોગ્ય સમજણ આપવાની સાથે દંડ ફટકાર્યો
Majura, Surat | Nov 23, 2025 રવિવારે સુરત ટ્રાફિક ડીસીપી એ.એમ.પરમાર જાતે મેદાને ઉતર્યા હતા.શહેરના ઉધના રિજિયન માં આવેલ ટ્રાફિક સિગ્નલ પર તેઓ દ્વારા ટીમ જોડે મળી ટ્રાફિકના નિયમોની ઐસી તૈસી કરતા વાહન ચાલકોને પકડી દંડ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત ટ્રાફિક સિગ્નલ તોડતા અને નિયમોનું ભંગ કરતા વાહન ચાલકોને પકડી યોગ્ય સમજણ આપવાની સાથે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.આ સાથે ફોર વ્હીલ વાહનો પર લગાડવામાં આવેલી બ્લેક ફિલ્મ પણ ઉતારી કાર્યવાહી કરવામાં આવી હતી.