જૂનાગઢ: કિંગ રેસીડેન્સી સંતેશ્વર સોસાયટીમાં ખરાબ રસ્તાને લઈ લોકોમાં રોષ,વહેલી તકે ગટરના કામ પૂર્ણ કરી રસ્તો નવો બનાવવા માગ
જૂનાગઢમાં કિંગ રેસીડેન્સી સંતેશ્વર સોસાયટીમાં ખરાબ રસ્તાને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો છે.છેલ્લા 25 દિવસથી ગટરના પાણી બહાર આવતું હોવાની ફરિયાદ ઉઠી છે.સ્થાનિક લોકોને બહાર ચાલીને જવું મુશકેલ બન્યું છે.વોર્ડ નં 6 ના મહિલા કોગ્રેસ કોર્પોરેટર જશવંતીબેન કેશવલાએ પણ રોષ ઠાલવ્યો છે.મનપાના શાસક પક્ષના પદાધિકારી અને કમિશ્નર પણ કોઈ રજૂઆત ધ્યાને નથી લેતા તેવું જણાવ્યું હતું.વહેલી તકે ગટરના કામ પૂર્ણ કરી રસ્તો નવો બનાવવા કરી સ્થાનિક લોકોએ માગ કરી છે.